આદિપુરમાં પગ પાળા જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની થઈ ચીલઝડપ

copy image

આદિપુરમાં પગ પાળા જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરી ફરાર થઈ જનાર બે નરાધમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજના અરસામાં આદિપુરના વોર્ડ 3-એ વિસ્તારમાં રહેતા ફરિયાદી કંકુબેન શામજી આહીર અને તેમના પાડોશી ઇલાબા જાડેજા પગપાળા જઈ રહ્યા હતા તે સમય દરમ્યાન બાઇક પર પાછળથી બે શખ્સ આવેલ અને અચાનક બાઇકને બ્રેક મારી ફરિયાદી મહિલા પાસે આવી પાછળ બેઠેલા શખ્સે ગળામાં હાથ નાખી રૂા. 1,50,000ના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી બંને મહિલાએ નરાધમોનો પીછો કરતાં આ શખ્સો તીવ્ર ગતિએ ભાગ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.