આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે ભુજ જીતો ચેપટર દ્વારા ભુજ મધ્યે નવ હજાર વૃક્ષો વાવવા માટે ” એક પેડ મા કે નામ” ના સંકલ્પ સાથે ૧૦૮ વૃક્ષો વાવીને શુભશરૂઆત કરવામાં આવી

માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા નવકાર મહામંત્રના દિવસે આપવામાં આવેલ ૯ સંકલ્પ પૈકી “એક પેઠ મા કે નામ ” ના સંકલ્પને ચરિત્રાર્થ કરવા જીતી એપેક્ષ દ્વારા સમગ્ર ભારતમાં ૯ લાખ વૃક્ષોના વાવેતર કરવામાં આવશે, જેમાં ભુજ જીતો ચેપટર દ્વારા ભુજ મધ્યે ૯ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે અનુસંધાને આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે રીજીયોનલ સાયન્સ સેન્ટર ભુજ મળે જૈન ધર્મના ૨૪ તીર્થંકરોના માતાઓ ના નામ વાળી તકતી સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હી રાભાના નામવાળી તક્તી લગાવીને વૃક્ષો વાવવામાં આવ્યા. તેમજ જીતો ભુજ પરિવારના સભ્યો તેમજ સામાજિક અગ્રણીઓ રાજકીય આગેવાના માતૃશ્રીઓના નામ સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ.તથા આવનારા સમયમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે વૃક્ષોની માવજત કરવા જીતો ચેપટર ભુજ સંકલ્પબધ્ધ છે.

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગર પાલિકા અવ્યક્ષા શ્રીમતિ રશ્મીબેન સોલંકી, અરજણભાઈ દેસાઈ, સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી તથા જૈન સંઘના આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં ભુજ છતો ચેપટર ના ચેરમેનશ્રી પંકજભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ માં ભુજ જીતો ચેપટર ના ચીફ સેક્રેટરીશ્રી બિરજુભાઈ શાન, વાઈસ ચેરમનો સંજભાઈ દેસાઈ તથા પારસ મહેતા, સંયુક્ત સચિવ દિપકભાઈ પારેખ, ભાવિનભાઈ શેઠ, રાજનભાઈ મહેતા, પ્રિત મહેતા, અભિષેક શાહ, મૌશલ વારૈયા લેડીશ વિંગના રેશમાબેન ઝવેરી, પ્રિતિ બેન છેડા, રચનાબેન શાહ, દિપાલી શાહ. તથા રીજનલ સાયન્સ સેન્ટરના મેનેજરશ્રી આરતીબેન તથા તેમના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેવુ જતો મીઠિયા સેલ ઈન્ચાર્જ તાપસભાઈ માહની યાદીમાં જણાવ્યું હતું.