નાગલપર ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું

copy image

અંજાર ખાતે આવેલ આવેલ નાગલપર ગામના સીમ વિસ્તારમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ નાગલપર ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી વાયર, મોટર, નોઝલ સહિત રૂા. 43,580ના સામાનની ચોરી કરી નરાધમો ફરાર થઈ ગયા હતા. મોટી નાગલપરમાં રહેનાર ફરિયાદી એવા નિકુંજ જગદીશ ટાંકએ નોંધાવેલ ફરિયાદ અનુસાર વાડીમાં તા. 15/9 તથા 16/9ની રાત્રિ દરમ્યાન ચોરી થઇ હતી. ફરિયાદીની વાડીમાંથી ઓરડીથી બોર સુધી 10 એમ.એમ.નો 12 મીટર વાયર તથા અન્ય 60 મીટર વાયરની તસ્કરી કરી ચોરી ઈશમો ફરાર થઈ ગયેલ હતા. બાદમાં આસપાસ તપાસ કરતાં આજુબાજુની વાડિઓમાંથી પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં કુલ રૂા. 43,580ના સામાનની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ છાનબીન આરંભી છે.