શ્રી કચ્છ મછોયા, આહિર કન્યા વિદ્યામંદિર આદિપુરના ૨૫૦ જેટલી વિધાર્થીની અને શિક્ષકગણ તેમજ આચાર્યશ્રીઓ અને મહાનગરપાલિકાના સેનીટેસન વિભાગના કર્મચારીઓ સાથે સ્વચ્છતામાં જાગૃતિ કેળવવા સ્વચ્છતા રેલીનું અયોજન કરાયું


સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીની ભાગરૂપે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ને સ્વચ્છ ઉત્સવ તરીકે ઉજવણી કરવાનું તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી શરુ કરવામાં આવેલ છે, જે અન્વયે આજ તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શ્રી કચ્છ મછોયા, આહિર કન્યા વિદ્યામંદિર આદિપુરના ૨૫૦ જેટલી વિધાર્થીની અને શિક્ષકગણ તેમજ આચાર્યશ્રીઓ અને મહાનગરપાલિકાના સેનીટેસન વિભાગના કર્મચારીઓ સાથે સ્વચ્છતામાં જાગૃતિ કેળવવા સ્વચ્છતા રેલી નું અયોજન કરવામાં આવેલ જેમાં કચ્છ મછોયા, આહિર કન્યા વિદ્યામંદિર આદિપુર થી સેન્ટ જેવિયર્સ સ્કુલ આદિપુર ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળા સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ ત્યાર બાદ માન. કમિશનરશ્રી, માન. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, શાળાઓ ના આચાર્યશ્રીઓ , શિક્ષકો અને શાળાના વિધાર્થીઓ અને વિધાર્થિનીઓની હાજરીમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
વધુમાં ગાંધીધામ મહાનગરપાલિકાના સફાઈ મિત્રના આરોગ્યના તપાસ માટે તાલુકા હેલ્થ ઓફિસર અને તેમના સ્ટાફગણ દ્વારા ટાઉનહોલ ગાંધીધામ ખાતે ૧૦:૦૦ વાગે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં મહાનગરપાલિકાના સફાઈ વિભાગના સુપરવાઈઝર તેમજ વિગેરે હેલ્થ ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડ બનાવવા અંગેની કામગીરી કરવામાં આવેલી છે, જેમાં નાયબ મ્યુ. કમિશનરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ આયોજન યોજવામાં આવ્યું.