દહીસરામાં જુગાર રમતા ત્રણ શંકુનીઓને એલસીબીએ ઝડપી પાડ્યા

ભુજ તાલુકાનાં દહીસરા ગામે રેડ પાડીને એલસીબીએ જુગાર રમતા 3 શંકુનીઓને રોકડ રૂ.23,200 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય શંકુનીઓની સામે જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે એલસીબીમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, આ દરમ્યાન દહીસરાથી રામપર જતાં રસ્તે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં અવાવરું શેરીમાં અમુક શંકુનીઓ બહારથી આવીને જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં રેડ પાડી હતી, જેમાં હકીમ અબ્બાસ વોરા, બુધાભાઈ ઉર્ફે પપ્પુ વિઠ્ઠલભાઈ મકવાણા તથા ઈસ્માઈલ ઉમર જુણેજાને રોકડા રૂ.23,200 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ બધા સામે જુગાર ધારાની કલમ હેઠળ માનકુવા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરાઇ હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *