આગામી દિવળીના પર્વ દરમ્યાન અજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ અંગે લાયસન્સ બાબત
આગામી દિવળીના પર્વ દરમ્યાન અજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્સ મેળવવા માગતા હોય તેઓએ મામલતદાર કચેરી અંજાર માંથી નિયત અરજી કોર્મ મેળવી. નિયત નમુનાનું સોગંદનામું. નિયત સ્કુટીની ફ્રી અને લાયન્સ ફીના ચલણ સાથેની ધોરણસરની અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૦૧/૧૦/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.