નખત્રાણામાં પવનચક્કીમાંથી 1.35 લાખના વાયરોની તસ્કરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

નખત્રાણામાં પવનચક્કીમાંથી 1.35 લાખના વાયરોની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે મામલે સૂત્રો જણાવી રહ્યા છે, નખત્રાણાના મોસુણા ગામમાં આવેલી સુજલોન કંપનીની પવનચક્કીમાંથી 90 મીટર વાયર કિં. રૂા. 1,35,000ની તસ્કરી કરી આરોપી ઈશમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નખત્રાણા પોલીસે મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર મોસુણા ગામની સીમમાં આવેલી સુજલોન કંપનીની પવનચક્કીમાંથી આશરે 90 મીટર કોપર વાયર કિં. રૂા. 1,35,000ની ચોરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.