આણંદથી માતાના મઢ જવા નીકળેલ યુવાનની યાત્રા અધૂરી રહી : આ યુવાને પોતે જ પોતાની જાતને છરીના ઘા ઝીંકી દીધા

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે આણંદથી માતાના મઢ જવા નીકળેલ યુવાને પોતે જ પોતાની જાતને છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. 33 વર્ષીય હઠીસિંહ આણંદના ખોરવાડથી ટેમ્પો લઈને માતાના મઢ જવા માટે નીકળેલ હતો તે સમયે ભુજ તાલુકાનાં ધાણેટી નજીક પહોંચતા કોઈ અકળ કારણે પોતાની જાતે છરી વડે ગળા પર ઘા ઝીંકી દીધા હતા. આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.