ગાંધીધામમાંથી આકૃતિઓ વડે જુગાર રમનાર પન્ટરને પોલીસે દબોચ્યો

copy image

ગાંધીધામમાંથી આકૃતિઓ વડે જુગાર રમતા શખ્સને પોલીસે રંગે હાથ દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રોડ, રમણ ચોરાયા વિસ્તારમાં રાજુ માનમલ તવર નામનો શખ્સ ઓરિજિનલ પપ્પુ પ્લેઈંગ પિક્ચર લખેલ ગુલાબી રંગના કાર્ડ થકી લોકોને જુગાર રમાડી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સને રંગે હાથ દબોચી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.