નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાડીઓમાંથી થતી બોરવેલના કેબલ વાયરોની ચોરીઓનો ભેદ ઉકેલી મુદ્દમાલ સાથે ગેંગને પકડી પાડતી નખત્રાણા પોલીસ


મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ બોરવેલ કેબલ ચોરીના અન-ડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપેલ હોઇ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા જયંતીભાઇ માજીરાણા નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “ લક્ષ્મીપર(નેત્રા) થી રવાપર ગામ બાજુ એક બોલેરો ગાડીમાં ત્રણ ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ વાડીના કેબલ વાયરોને બાળીને તેમાંથી કાઢેલ કોપર વાયરના ફિંડલા તેમજ ટુકડા કોથળાઓમાં ભરી વેચાણ કરવાની ફિરાકમાં છે ” જેથી બાતમી હકિકત વાળી જગ્યાએ આવી વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળી બોલેરો ગાડી આવેલ જે ગાડીને રોકાવી ગાડીની તપાસ કરતા બોલેરો ગાડીના પાછળના ભાગે બાળેલા કોપર વાયરોના ફિંડલા તથા ટુકડાઓ મળી આવેલ જેનું વજન આશરે ૭૦ કીલોગ્રામ જોવામાં આવેલ જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર-પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે એવા કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદરહું મુદ્દામાલ બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે જણાવેલ કે, સદર મુદ્દામાલ અમોએ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં અલગ-અલગ ગામડાઓની વાડીઓમાંથી બોરવેલના કેબલો કાપી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી તેઓના વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) તાજમામદ ઉર્ફે તાજુ આમદ જત ઉ.વ.૨૨ હાલે રહે.જુમારા પાણીના સંપની સામે દયાપર-મેઘપર રોડ, દયાપર તા.લખપત મુળ રહે.ઐયર તા.નખત્રાણા
(૨) આશિક સલીમ જત ઉ.વ.૨૦ હાલે રહે.જુમારા પાણીના સંપની સામે દયાપર-મેઘપર રોડ, દયાપર તા.લખપત મુળ રહે.ગુનાઉ તા.લખપત
(૩) રજાક સલીમ જત ઉ.વ.૨૩ હાલે રહે.સુખપર(સાંઇધ) તા.અબડાસા મુળ રહે.ગુનાઉ તા.લખપત
(૪) રજાક અદ્રેમાન લુહાર ઉ.વ.૪૭ રહે.રતડીયા તા.નખત્રાણા
પકડવામાં બાકી આરોપીનો નામ-સરનામું:-
(૧) મામદ અભુ પીંજારા રહે. મફતનગર, નલિયા તા.અબડાસા (માલ લેનાર)
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) બળેલા કોપર વાયરના ફિંડલા તથા ટુકડાઓ આશરે ૭૦ કિલોગ્રામ વજનના ગણી જે એક કિલોગ્રામની કિં.રૂ.૫૦૦/- ગણી એમ કુલ્લે-૭૦ કિલોગ્રામની કિં.રૂ.૩૫,૦૦૦/-
(૨) ૧૨ MM કાળા કલરના આખા કેબલ વાયરના ફિંડલા તથા ટુકડાઓ જેમાં આશરે ૭૦ મીટર ગણી જે એક મીટરની કિં.રૂ.૩૦૦/- એમ કુલ્લે ૭૦ મીટરની કિં.રૂ.૨૧,૦૦૦/-
(૩) ૦૮ MM કાળા કલરના આખા કેબલ વાયરના ફિંડલા તથા ટુકડાઓ જેમાં આશરે ૧૦ મીટર ગણી જે એક મીટરની કિં.રૂ.૨૫૦/- એમ કુલ્લે ૧૦ મીટરની કિં.રૂ.૨૫૦૦/-
(૪) ૦૬ MM કાળા કલરના આખા કેબલ વાયરના ફિંડલા તથા ટુકડાઓ જેમાં આશરે ૧૦ મીટર ગણી જે એક મીટરની કિં.રૂ.૨૦૦/- એમ કુલ્લે ૧૦ મીટરની કિં.રૂ.૨૦૦૦/-
(૫) ૦૪ MM કાળા કલરના આખા કેબલ વાયરના ફિંડલા તથા ટુકડાઓ જેમાં આશરે ૧૦ મીટર ગણી જે એક મીટરની કિં.રૂ.૧૫૦/- એમ કુલ્લે ૧૦ મીટરની કિં.રૂ.૧૫૦૦/-
(૬) બોલેરો પીક-અપ ગાડી જેના રજી. નંબર- GJ 23 CG 9866 જેની કિં.રૂ.૫,૦૦,૦૦૦/-
(૭) હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ જેના રજી.નં. GJ 12 HD 5013 જેની કિં.રૂ.૭૦,૦૦૦/-
(૮) અલગ-અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ અને સાદો મોબાઇલ ફોન નંગ-૦૧ એમ કુલ્લે મોબાઇલ નંગ-૦૪ જેની કિં.રૂ.૪૦,૫૦૦/-
(૯) ગ્લેમર કંપનીની પાવર બેંક નંગ-૦૧ જેની કિં.રૂ.૫૦૦/-
(૧૦) વાયર કાપવાનું લોખંડનું ચપ્પુ નંગ-૦૧ જેની કિં.રૂ.૦૦/-
એમ કુલ્લે કિં.રૂ.૬,૭૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
વણ શોધાયેલ ગુનો:-
(૧.) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૯૨૨/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
(૨.) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૯૨૩/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
(૩.) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૯૨૪/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
(૪.) દયાપર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૨૩/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
(૫.) દયાપર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૪૧/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
(૬.) દયાપર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૫૨/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨) મુજબ
કબુલાત આપેલ અન્ય ચોરીઓની વિગત:-
૧. આજથી આશરે ૦૬ મહિનાના સમયગાળામાં નખત્રાણા પો.સ્ટે.ના ઐયર, મુરૂ, રતડીયા, આમારા, દેશલપર(ગું.), વિગોડી, ઉગેડી, ઘડાણી ગામની સીમ વિસ્તારની અલગ-અલગ વાડીઓમાં કરેલ કેબલ ચોરીઓની કબુલાત આપેલ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના તથા પો.સબ.ઇન્સ. આર.ડી.બેગડીયા સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા કુંપાભાઇ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.