“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખુન (મર્ડર) માં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”


ગઇ તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૦૩ (૧),૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ તે એવી રીતે કે, આ કામેના આરોપી (૧) નુરખાન ઉર્ફે શાબાન કાસમ બલોચ તથા (૨) મહોબતખાન અલીખાન બલોચ રહે. બન્ને માનકુવા વાળાઓએ ફરીયાદીના દિકરા ઇઝાઝ ઇસ્માઇલ બલોચ ઉ.વ.૨૨ વાળાને તેના ઘરેથી તેમની મોટર સાઇકલ નંબર GJ-12-HD-1811 ઉપર લઇ જઇ કોઇ પણ કારણસર તેને આરોપી નુરખાન ઉર્ફે શાબાને છરી વડે જીવલેણ હુમલો કરી, તેના શરીરે પાંચ છરીના ઘા મારી તેનું મોત નીપજાવી અને આરોપી મહોબતખાને ઇઝાઝનુ મોત નિપજાવવામાં મદદગારી કરી મે. શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભુજ-કચ્છનાઓના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો ગુનો કરેલ. જે બાબતે પધ્ધર પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.ન. ૫૯૫/૨૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ.
જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિદાન ગઢવી, રણજીતસિંહ જાડેજા, નવિનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવી, જયદેવસિંહ જાડેજા તથા કલ્પેશભાઇ ચૌધરીનાઓ ઉપરોક્ત ગુનો શોધવા માટે તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહ તથા નવીનભાઇ જોષીનાઓને હ્યુમન સોર્સીસ આધારે માહિતી મળેલ જે આધારે ઉપરોક્ત ગુના કામેના આરોપી મહોબતખાન અલીખાન બલોચ રહે માનકુવા તા.ભુજ વાળાને માનકુવા ખાતેથી પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
મહોબતખાન અલીખાન બલોચ રહે. માનકુવા તા.ભુજ