શ્રી આર.આર.લાલન કોલેજ ભુજમાં કોલેજના કોમ્પ્યુટર વિભાગ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩૦ કલાકના બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્ષનું આયોજન કરાયું

શ્રી આર.આર.લાલન કોલેજ ભુજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર સંબંધી જ્ઞાનમાં વધારો થાય તે માટે કોલેજના કોમ્પ્યુટર વિભાગ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩૦ કલાકના બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્ષનું આયોજન તારીખ ૨૦/૦૮/૨૦૨૫ થી ૦૮/૦૯/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેનું સમગ્ર સંચાલન કોલેજના કોમ્પ્યુટર લેબ આસીસ્ટન્ટ ફાલ્ગુની કતિરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ કોર્ષમાં તજજ્ઞ તરીકે કચ્છ યુનિવર્સીટીનાં કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટનાં પ્રોગ્રામર શ્રી આનંદભાઈ સલાટ અને શ્રી વિરલભાઈ રાજગોર દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને માઈક્રોસોફ્ટ ઓફીસનાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ જેવા પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સી.વી બનાવતા, મેઈલ આઈ.ડી. બનાવતા તેમજ ટાઈપીંગ સ્કીલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું