સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ દવારા સેવા કાર્યોનો પ્રવાહ અવિરત

17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી 2 ઓક્ટોબર સુધી ના 15 દિવસ ને ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે ત્યારે પાર્ટી દવારા સતત વિવિધ જગ્યાઓ પર વિવિધ મંડળો દવારા અલગ અલગ સેવાકીય સામાજીક કાર્યો અવિરત પણે ચાલુ રહ્યા છે.

જિલ્લા ભાજપ દવારા અંજાર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત પ્રબુદ્ધ જનોને મોદીજી ના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત વિષય પર સંબોધન કરી તેમને મોદીજીના વિઝન ને લોકો સુધી પહોંચાડી મોદીજીના વિકસિત ભારતના સપનામાં સહભાગી થવા જણાવ્યું હતુ.

સંમેલન માં ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા,જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ,સેવા પખવાડિયા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર, સહ ઈન્ચાર્જ હેમંત શાહ, જિલ્લા સંગઠન ના પચાણભાઈ સંજોટ, વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, વિજુબેન રબારી, નિલમબેન લાલવાણી, વલમજીભાઈ હુંબલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણ મોતા, નરેશભાઈ મહેશ્વરી, અંજાર નગરપતિ વૈભવ કોડરાણી, તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજા, માવજી ગુંસાઈ, રશ્મિબેન સોલંકી,વાઘજીભાઈ છાંગા, વિશાલ કોટક, પેથાભાઈ રાઠોડ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

વ્યવસ્થા મહામંત્રીઓ કાનજીભાઈ આહીર, અશ્વિન સોરઠીયા, રૂપાભાઈ રબારી, ક્રિપાલસિંહ રાણા એ સંભાળી હતી જયારે સંચાલન શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ અને આભાર વિધિ તાલુકા ભાજપ પ્રમુખ બી. એન. આહીરે કરી હતી.

જિલ્લા ભાજપ દવારા સેવા પખવાડિયા અંતર્ગત રેડક્રોસ સોસાયટી,ભુજ મધ્યે “મેગા રક્તદાન શિબિર” તથા “ફ્રી આરોગ્ય શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું જેને પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે ખુલ્લું મૂક્યું હતું.વિનોદભાઈ અને દેવજીભાઈએ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી આ કેમ્પ ની શરૂઆત કરાવી હતી.આરોગ્ય કેમ્પ નો લાભ લેવા અને બ્લડ ડોનેશન કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કાર્યક્રમ માં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સેવા પખવાડિયા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર,સહ ઇન્ચાર્જ શીતલભાઈ શાહ, જિલ્લા ઉપાધ્યક્ષ ડો.મુકેશભાઈ ચંદે,નગરપતિ રશ્મિબેન સોલંકી,ભુજ શહેર અધ્યક્ષ મિત ઠકકર, યુવા મોરચાના તાપસ શાહ, મનુભા જાડેજા,ડો.રામભાઈ ગઢવી, હિતેશ ખંડોલ, હસ્મિતાબેન ગોર ઉપસ્થિતિ રહ્યા હતા વ્યવસ્થા સેવા પખવાડા મંડલ ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા, હિરેન રાઠોડ,જયંત ઠકકર, નરેન્દ્રભાઈ ભાટિયા,હિતેશ પાંચણી, ભાર્ગવ શાહ વગેરે એ સંભાળી હતી. સ્વાગત ભૌમિક વછરાજની,સંચાલન તાપસભાઈ શાહે, જયારે આભાર વિધિ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય એ કરી હતી.

અન્ય કાર્યક્રમ માં જિલ્લા ભાજપ દવારા નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે શ્રી ભૂતનાથ મહાદેવ, ખારી નદી પાસે વિકસિ રહેલ વનને ‘નમોવન’ નું નામકરણ કરવામાં આવેલ તેમજ ત્યાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,જેમાં કાંચનાર, કદંબ, બોરસલી,બિલી પત્ર,સેવન,સફેદ ચંદન,લાલ ચંદન,સીતા અશોક,કપૂર, રુદ્રાક્ષ જેવા વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ,મહામંત્રીઓ નરેન્દ્ર પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સેવા પખવાડિયા ઇન્ચાર્જ રાહુલ ગોર, ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠકકર,કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા,શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠકકર, જયદીપસિંહ જાડેજા, મનુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા,જયંત ઠકકર સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.વ્યવસ્થા ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા અને કાર્યકરોએ સંભાળી હતી.

જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે મોદી સાહેબના જન્મદિવસ ના પખવાડિયા નિમિતે સમગ્ર જિલ્લાના તમામ મંડળો માં સેવા અને સામાજીક કાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે અને ભરતીય જનતા પાર્ટી ના દરેક કાર્યકરો આ પખવાડિયા દરમિયાન વધુમાં વધુ સેવા કાર્યો કરવા તત્પર છે. વિવિધ મંડળો દવારા રક્તદાન કેમ્પ, પ્રબુધ નાગરિક સંમેલન,સ્વચ્છતા અભિયાન, દિવ્યાંગ નું સન્માન, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યો અવિરત ચાલુ છે.

પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જ્યારે આપણા સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ ના જન્મદિવસ નું પાંખવાડિયું ઉજવાઈ રહ્યું હોય ત્યારે તેમના ઉચ્ચ સિદ્ધાંતો અને વિચારો ને લક્ષમાં રાખી તેમને ગમતા સેવા કાર્યો અને સામાજીક કાર્યો કરી તેમના નિરોગી દીર્ઘાઆયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.વિનોદભાઈ એ મોદી સાહેબ ના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ ના આહવાહન ને વધાવી લઇ દરેક નાગરિક ને આ માટે મોદીજી સાથે રહી દેશના ઝડપી વિકાસમાં પોતાની આહુતિ આપવા જણાવ્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદીમાં જણાવ્યું હતું.