Skip to content
વલભીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વખતે મળેલી ચોક્કસ બાતમી આધારે ચમારડી ગામની સીમમાં દરોડો પાડી જુગારની બાજી માંડી બેઠેલા કનકસિંહ બચુભા ગોહિલ, જયદિપસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ, ગણેશ લક્ષ્મણભાઈ મેંદપરા, પરેશ બાબુભાઇ પટેલ, યશપાલસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલને રૂ. 42,300ની રોકડ સાથે પકડી લીધા હતા. દરોડા દરમ્યાન દેવજી ભુપતભાઇ જોગસણ નાસી ગયો હતો.