ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં દારૂ-જુગાર સદંતરપણે નાબુદ કરવા પ્રોહી તથા જુગાર અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ટીમ દ્વારા ભરૂચ શહેર દહેજ બાયપાસ રસ્તા ઉપર આવેલ મઢુલી સર્કલ પાસેથી રીક્ષામાં ભરેલ ઇંગ્લીશ દારૂના પાઉચ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સની પુછતાછ કરતા તેનું નામ ધર્મેન્દ્રભાઇ કમલેશભાઇ કેવટ રહે,મકાન નંબર- ૯ર,રાધાકિષ્ના રેસીડેન્સી ચાવજ ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ધર્મેંન્દ્ર કેવટની ધરપકડ કરી તેની પાસે રહેલ ઇંગ્લીશ દારૂ 8301ના પાઉચ નંગ ૧૫૩ કિંમત રૂ.૧૫,૩૦૦ તથા એક ઓટોરીક્ષા નંબર જીજે 16 ઝેડ 4543 કિંમત રૂ.૪૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૫૦૦ મળી કુલ કિંમત રૂ.૫૫,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ તપાસ હાથ ધરી છે.