મોરબીમાં સગીરનું અપહરણ કરનાર ઈસમ પકડાયો

મોરબી : જેતપર ગામેથી સગીરનું અપહરણ કરી જનાર ઈસમ તથા ભોગ બનનારને હળવદના ગૌરી ધનશ્યામપુરની સીમમાંથી મોરબી સર્કલ પો.ઇન્સ. ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી સર્કલ પો.ઇન્સ. આર.કે.ઝાલાની સુચનાથી મોરબી તાલુકાનાં જેતપર ગામેથી થયેલ સગીરા અપહરણનો ઈસમ હળવદ તાલુકાનાં ગૌરી ધનશ્યામપુર ગામની સીમ વિસ્તારમાં હોવાની બાતમીના આધારે મોરબી સર્કલ ઓફિસના અનંતરાય પટેલ, અરવિંદસિંહ પરમાર, હરપાલસિંહ ઝાલા સહિતની ટીમે ત્યાં જઈને ઈસમ સુકેશ મંગલીયા નિનામાને ભોગ બનનાર સગીરને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *