આર. આર. લાલન કૉલેજ, ભુજના 45 વિદ્યાર્થીઓની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ

શનિવારના રોજ લાલન કૉલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ પૂર્ણ થઈ. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને તેમને રોજગાર
મેળવવામાં સક્ષમ બનાવવા માટે કૉલેજના આચાર્યશ્રી ડૉ. સી. એસ. ઝાલાના માર્ગદર્શનથી તારીખ 01 સપ્ટેમ્બર 2025 થી ગુજરાત સરકાર
સંચાલિત KCG ના બેનર હેઠળ આ તાલીમ શરૂ થયેલ. 20 દિવસની આ ટ્રેનિંગ અંતર્ગત કૉલેજમાં જુદાં જુદાં વિષયો સાથે સેમેસ્ટર 5 માં અભ્યાસ
કરતા કુલ 41 વિદ્યાર્થીઓને English Skill અને Life Skill ની તાલીમ આપવામાં આવી.
કૉલેજમાં આજે યોજાયેલ આ તાલીમના સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપ્યા અને પ્રથમ બે
મોડ્યુલના તજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઉત્પલાબેન વૈદ્ય તથા અંતિમ બે મોડ્યુલના તજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઇમરાન કાતિયા પ્રત્યે આભારની લાગણી
વ્યક્ત કરી. ત્યારબાદ ઇમરાન કાતિયા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી. ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રકલ્પના સભ્યશ્રીઓ ડૉ.
રાજેન્દ્રકુમાર બાંભણિયા, પ્રોફે. કૌસ્તુભ મિશ્રા, ડૉ. અત્રિ રાજગોર, ડૉ. આભા ત્રિપાઠીએ કૉલેજવતી ટ્રેનરશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તથા
વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. અંતે આ સમાપન સમારોહના અધ્યક્ષ એવા કૉલેજના આચાર્યશ્રી ડૉ. સી. એસ. ઝાલા આ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને
કારકિર્દી ઘડતર અને જીવનઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો તથા કૉલેજના વિદ્યાર્થીઓ આ પ્રકારના કાર્યક્રમોમાં
ઉત્સાહભેર સહભાગી થઈ કાબેલિયત વધારે એ માટે આહ્વાહન આપ્યું.