પશ્ચિમ કચ્છ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી LCB, પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજાનાઓ માધાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોઇ જીવદયાપ્રેમી માણસોએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.આર.જેઠીનાઓને ફોન થી જાણ કરેલ કે, એક ટ્રક નંબર-જીજે-૨૪-એક્સ ૭૮૬૨ વાળી નળવાળા સર્કલથી માધાપર રસ્તા તરફ આવે છે અને જે ટ્રકમાં લીમીટ કરતાં વધારે ઘેટા-બકરા ખીચોખીચ ભરેલ છે તેવી જાણ કરતાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સ્ટાફના માણસોને તાત્કાલીક તપાસ કરવા સુચના આપેલ. જેથી સદર હકિકતવાળી ટ્રક નીકળતાં જેને ઉભી રખાવી ચેક કરતા તેમાં ઘેટાં જીવ ખીંચો ખીંચ ભરેલ હોય અને ટ્રક ડ્રાઇવર મામદખાન જુસબખાન બ્લોચ ઉવ.૩૫ રહે. ગામ બ્લોચવાસ, સેસન નવા, તા.દિયોદર જી. બનાસકાંઠા વાળા પાસે સદર ટ્રકમાં ભરેલ ઘેટા બાબતે પરમીટ હોય તો રજુ કરવાનું જણાવતાં તેની પાસે આવી કોઇ પરમીટ નહીં હોવાનું અને સદર ટ્રક નંબર-જીજે-૨૪-એક્સ ૭૮૬૨ વાળીમાં-૧૮૮ ઘેટા ભરેલા છે જે કચ્છ જીલ્લાના નારાયણ સરોવર મધ્યેથી ભરી રાધનપુર ખાતે લઇ જતો હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જાના વાહનમાં ઘેટા નંગ ૧૮૮ ખીંચોખીંચ ભરી ક્રુરતાપુર્વક ત્રાસદાયક રીતે તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ભરી અને વેટરનરી ઓફીસરના સર્ટીફીકેટ વગર હેરાફેરી કરી ગુન્હો કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમ-૧૧(૧)એ,ડી,ઇ,એફ, તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમની કલમ-૮(૧),૧૦ મુજબ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૫૪૦/૨૦૨૫ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

ટ્રક રજી.નં. જીજે-૨૪-એક્સ ૭૮૬૨ કિં.રૂ. ૮,૦૦,૦૦૦/-

પાંજરાપોર ખાતે મોકલાવેલ પશુ

  • ઘેટા નંગ – ૧૮૮

પકડાયેલ ઇસમ

મામદખાન જુસબખાન બ્લોચ ઉવ.૩૫ રહે. ગામ બ્લોચવાસ, સેસન નવા, તા.દિયોદર જી. બનાસકાંઠા