કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરાયો
કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે તેમ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહારી પાડીને ફરમાવવામાં આવ્યું છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી