વેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી આધાર પુરાવા રાખવાના રહેશે
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી