સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ, સરનામા, સપર્ક નંબર સહિત, મકાન માલિક અને ભાડૂઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ. સંપર્ક નંબર સહિત રજિસ્ટ્રર નિભાવવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.

આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી