સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન ઘ્વારા સિનુગ્રા ગામના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંઢનું સન્માન કરવામાં આવ્યું

સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન ઘ્વારા સિનુગ્રા ગામના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંઢ નું તેમની સરાહનીય કામગીરી બદલ સન્માનપત્ર તથા શાલ થી સન્માનીત કરવામાં આવેલ
સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન ધ્વારા સિનુગ્રા ગામના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંઢ નું તેમની સરાહનીય કામગીરી બદલ સન્માનપત્ર તથા શાલ થી સન્માનીત કરવામાં આવેલ. તેમજ તેઓની સમાજલક્ષી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવવામાં આવેલ અને ભવિષ્યમાં તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ.
આ સન્માન કાર્યક્રમમાં ભુજ શહેર ના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, ઈરફાન હાલેપોત્રા, બીનાબેન ભાનુશાલી, રમાબેન માંકડ, અફસાના પઠાણ, માહી મીંયાણા, ગુલશનબેન ખોજા, વારીસ પટણી, માલશી માતંગ, રોહિત માંકડ, આશાબેન સ્વાદીયા, દર્શનાબેન, કલ્પનાબેન રૂપાણી, શીતલબેન ગોર હાજર રહેલ હતા.
આ સમગ્ર વિતરણ કાર્યક્રમ નું આયોજન સહકાર સેવા મંડળ ના પ્રમુખ ઝહીર આઈ. સમેજા તથા મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરીશ્મા ખોજા એ કરેલ હતુ. તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળા ના સંચાલક વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું.
તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગ એ પોતાની યાદીમાં જણાવેલ.