ભુજ શહેરમાં રાત્રે નવરાત્રી દરમિયાન ફરશે મોબાઈલ વાહનો સાથે કુલ 9 ટીમ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ દ્વારા નવરાત્રી તહેવારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીથી તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને જરૂરી સુચના આપેલ.
જે અન્વયે શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને કુલ ૦૯ મોબાઇલ વાહનોમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ના કર્મચારીઓ તથા એલ.આઇ.બી.ની મહિલા કર્મચારીઓ તથા પોલીસ હેડકવાટરમાંથી હથીયારી પોલીસ કર્મચારી સાથે ભુજ શહેર તથા અલગ અલગ વિસ્તારમાં કુલ ૦૯ મોબાઇલ વાહનો સાથે ટીમ બનાવવામાં આવેલ. અને આ ટીમો ખાસ મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવા તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પેટ્રોલીંગ હતી.
જેમાં મોબાઇલ વાહન સ્પેસીયલ ટીમ નંબર – ૦૬ ના કર્મચારી એ.એસ.આઇ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા મહિલા કર્મચારી લક્ષ્મીબેન દેવુ, રક્ષાબેન માળી તથા ડ્રા. ખિમજીભાઇ વાળંદનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શાંતાબેન રૂપસિંહ રાઠોડ રહે. મતીયા દેવ મંદિર પાછળ ઝૂંપડ પટ્ટી નાઓ માતાના મઢ થી પરત આવતા હોય ભુજોડી ગામ પાસે એકલા ઊભેલ હોય અને મોડી રાત થઈ ગયેલ હોય જેથી કોઈ વાહન નહીં મળતા તેમની મદદ કરી તેઓને તેમના ઘર સુધી પહોંચાડેલ.
“નવરાત્રી દરમ્યાન મદદ મેળવવા માટે સંપર્ક કરો”
હેલ્પલાઇન નંબર – ૧૧૨
પોલીસ કંટ્રોલ રૂમ – ૦૨૮૩૨ ૨૫૦૯૬o