પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા ઈસમને પાસા તળે અટકાયત કરતી LCB,પુર્વ કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા આરોપી રવિન્દ્ર ઉર્ફે ઓમદાન શ્રવણદાન ચારણ રહે. વોર્ડ નં. ૯/બી મ.નં. 30,ગીતા સોસાયટી,ભારતનગર,ગાંધીધામવાળો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરુધ્ધ ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેકટરશ્રી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે.કલેકટરશ્રી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા ઉપરોકત આરોપીને પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. કલેક્ટરથી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી ડુલે-૧૫ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુકમો જારી કરવામાં આવેલ છે.
અટકાયતીનું નામ
(૧) રવિન્દ્ર ઉર્ફે ઓમદાન શ્રવણદાન ચારણ (ગઢવી) ઉ.વ. ૫૬ રહે. હાલે વોર્ડ નં. ૯/બી,મ.નં. 30,ગીતા સોસાયટી,ભારતનગર,ગાંધીધામ મુળ રહે. ગઢવાડા,નાગીયો ડા વાસ,તા.રોહટ થાના જેતપર જી.પાલી (રાજસ્થાન)
ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.
(૧) ગાગોદર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૪/૨૫ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૨) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૬/૧૭ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(3) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૭૦/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૪) ભીલડી પો.સ્ટે. (બનાસકાંઠા) ગુ.ર.નં. ૦૨૦૫/૧૬ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી
(૫) માંડવી પો.સ્ટે. ભુજ ૦૦૮૪/૧૬ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૬) સામખ્યાળી પો.સ્ટે. પ્રોહી.ગુ.૨.નં. ૦૧૦૧/૧૭ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
આ ડામગીરી લોકલ કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.