પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા વીજ અકસ્માત નિવારવાપેમ્ફલેટનું વિતરણ કરાયું


રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા. ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી “સેવા પખવાડીયા” અને “સ્વચ્છતા હી સેવા અભિયાન”ની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભુજ ખાતે પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી તથા ભુજ વિભાગીય કચેરી દ્વારા “સ્વચ્છતા હી સેવા” અને “એનર્જી કન્ઝર્વેશન”ના અંગે જાગૃતતા લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બેનર અને પોસ્ટર દ્વારા “સ્વચ્છતા હી સેવા”, વીજ સલામતી તથા એનર્જી કન્ઝર્વેશન માટે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. આ રેલીમાં કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા નાગરિકો જોડાયા હતાં.
પીજીવીસીએલ ભુજ વર્તૂળ કચેરી દ્વારા વીજ અકસ્માત નિવારવા માટેના શું કરવું અને શું ન કરવું તે બાબતે માર્ગ દર્શન પાઠવતા પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વીજ લાઈનના તૂટેલા તારને અડકવું નહીં, ELCB વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, બાળકોને વીજ પ્રવાહ અથવા સ્વીચથી દૂર રાખવા, વીજ લાઈન પર લંગાર નાખી વીજપ્રવાહ લેવો નહીં તથા કપડા સૂકવવા કે પ્રાણીઓને બાંધવા વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ જાગૃત બની, જિંદગીભરની સલામત બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.