ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરના ટીન- કિં.રૂ. 34.55 લાખના જથ્થાને પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરના ટીન નંગ- ૧૪,૮૦૮ કિં.રૂ.૩૪,૫૫,૨૮૦/- તથા કુલ ૦૬ વાહનો સહિત કુલ્લે કિં.રૂ.૭૫,૦૫,૨૮૦/-

નો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ. આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજી ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હરી હરજી ગઢવી રહે. મુળ ગામ કોટાયા તા.માંડવી-કચ્છ હાલે રહે. માંડવી વાળો તથા દેવરાજ ગોપાલ ગઢવી રહે. માંડવી-કચ્છ વાળાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહાર થી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી તે જથ્થો ટ્રક નંબર- GJ 12 Y 8931 વાળીમાં કન્ટેનર રાખી તે કન્ટેનરમાં ભરી લઈ આવી ઝરપરા ગામ દિક્ષણ બાજુની સીમ વિસ્તાર માં આવેલ અંબાજી વેરહાઉસની પાછળના ભાગે બાવળોની ઝાડીઓ જે સરકારી પડતર જમીન આવેલ હોય અને ઘટાદાર બાવળો થી ઘેરાયેલ હોય તે સીમ વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી અને ત્યાથી તેઓના કબ્જા ભોગવટાના અલગ- અલગ વાહનોમાં આ જથ્થો ભરી રહેલ હોય અને આ ભારતીય વિદેશીદારૂના જથ્થાનું કટીંગ કરી રહેલ હોવાની હકીકત મળેલ. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૯૮/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ) (ઈ), ૧૧૬ (બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિ.રૂ. ૭૫,૦૫,૨૮૦/-)

ભારતીય બનાવટની વિદેશીદારૂના બીયરના ટીન નંગ-૧૪૮૦૮ કિં.રૂ. ૩૪,૫૫,૨૮૦/-

  • ગુન્હા કામે પ્રોહીબીશનના મુદ્દામાલની હેફરેફર માટે ઉપયોગમાં લિધેલ કુલ ૦૬ વાહનો જેમાં

ઈનોવા કાર GJ 12 BR 8613 કિં.રૂ. ૪,૦૦,૦૦૦/-

મહેન્દ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પિયો કાર GJ 12 FF 8271 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/-

મહેન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો AXITRUCK PLUS લોડીંગ વાહન GJ 07 YY 7754 કિં.રૂ.૧,૫૦,૦૦૦/-

કીયા કંપનીની સીલ્વર કલરની સેલ્ટોસ કાર GJ 16 DG 2799 કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

ટ્રક ટાટા કંપનીની ઓપન બોડી GJ 12 Y 8931 કિં.રૂ. ૯,૦૦,૦૦૦/-

કન્ટેનર WHLU 029308 કિં.રૂ. ૧,૦૦,000/-

:• હાજર નહી મળી આવેલ આરોપીઓ

  • હરી હરજી ગઢવી રહે. મુળ ગામ કોટાયા તા.માંડવી-કચ્છ હાલે રહે. માંડવી (લીસ્ટેડ બુટલેગર)

દેવરાજ ગોપાલ ગઢવી રહે. માંડવી-કચ્છ (લીસ્ટેડ બુટલેગર)

  • ઈનોવા કાર GJ 12 BR 8613 વાળાનો માલીક/ચાલક
  • મહેન્દ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પિયો કાર GJ 12 FF 8271 વાળાનો માલીક/ચાલક

મહેન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો AXITRUCK PLUS લોડીંગ વાહન GJ 07 YY 7754 વાળાનો માલીક/ચાલક

કીયા કંપનીની સીલ્વર કલરની સેલ્ટોસ કાર GJ 16 DG 2799 વાળાનો માલીક/ચાલક

ટ્રક ટાટા કંપનીની ઓપન બોડી GJ 12 Y 8931 વાળાનો માલીક/ચાલક

  • કન્ટેનર WHLU 029308 માલીક/ચાલક તથા તપાસમાં નિકળે તે.