કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસેતા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસે કેશોદ અને માણાવદર વિધાનસભા વિસ્તારનું મુલાકાત કરશે.
૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત
ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવારના રોજ જુનાગઢ જિલ્લાના
કેશોદ અને માણાવદર વિધાનસભાના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. ૨૭
સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૪-૪૫ કલાકે કેશોદ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થશે. ત્યાર
બાદ સાંજે ૫-૧૫ વાગ્યે મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ સાંજે
૬-૩૦ વાગ્યે વંથલી તાલુકાના ખોરાસા ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ ૭-૦૦ વાગ્યે
કેશોદ તાલુકાના અગતરાય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ રાત્રે ૯-૦૦ વાગ્યા પછી
સુધીમાં કેશોદ અને માણાવદર ખાતે વિવિધ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.
તા.૨૮/૦૯/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા થી ૨-૦૦ વાગ્યા સુધી શ્રી ગોરસ
સાંસદ કાર્યાલય ઉપલેટા ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ બપોરે ૪-૩૦ વાગ્યે ગોંડલ
તાલુકા પંચાયત ખાતે કોન્ફરન્સ હોલ તેમજ રેકર્ડ રૂમના ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.