ગુજરાત રાજ્ય લલિતકલા દ્વારા કલા ક્ષેત્રે જોડાયેલા બે કચ્છી આર્ટીસ્ટો ને કલા નો સર્વોચ્ચ ગૌરવ પુરસ્કાર એનાયત

ગાંધીનગર તા.૨૪ : અત્યારે દેશ અને જુદા જુદા રાજ્યો માં રાજ્ય ની કલા અને સંસ્કૃતિ સાથે જેઓ એ પોતાના રાજ્ય અને દેશ નું નામ રોશન કર્યું છે એવા કલાકારો ના સન્માન ની મોસમ ચાલી રહી છે.

આવો જ એક ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક ની ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા આયોજિત લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારો ની કલાકૃતિઓનું પ્રદર્શન
રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિગેરે વિભાગ ના મા.મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ.

ગુજરાત રાજ્ય માંથી ચિત્રકળા, છબીકળા અને શિલ્પકળા ના જુદા જુદા કલાકારો ને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

જેમાં છબીકલા( ફોટોગ્રાફી) માટે કચ્છ ના ખ્યાતનામ અને ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ વિજેતા એવા શ્રી. અરવિંદ નાથાણી જ્યારે ચિત્રકળા માટે જાણીતા આર્ટિસ્ટ શ્રી.બિપિન સોની ને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિગેરે વિભાગ ના મા.મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના
વરદહસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્ય કક્ષાના રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિગેરે વિભાગ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અગ્ર સચિવ શ્રી. અશ્વિનીકુમાર, રાજ્ય ના લલિત કળા અકાદમી ના અધ્યક્ષ શ્રી. આલોકકુમાર પાંડે, તથા કલા જગત સાથે જોડાયેલા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ છબીકલા ફોટોગ્રાફી અને ચિત્રકળા ગૌરવ પુરસ્કાર સન્માન
ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા માં પસંદગી પામેલ શ્રી.અરવિંદ નાથાણી અને શ્રી.બિપિન સોની એનાયત થતાં કચ્છ ના સાંસદ અને ગુજરાત ભાજપ ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી. દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી. કેશુભાઈ પટેલ, વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નિમાબેન આચાર્ય પૂર્વ કચ્છી મંત્રી અને ધારાસભ્ય શ્રી. વાસણભાઈ આહિર, શ્રી. પંકજભાઈ મહેતા, પૂર્વ નગરપતિ શ્રી. શંકરભાઈ સચદે, લોહાણા સમાજ ના પ્રમુખ ડૉ. શ્રી. મુકેશભાઈ ચંદે વિગેરે મહાનુભવો એ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

સંપર્ક સેતુ :
શ્રી. અરવિંદ નાથાણી
નેશનલ ફોટોગ્રાફર