દિવ્યાંગ બાળકો સંગે નવરાત્રી ની ઉજવણી

અંધજન મંડળ કે. સી. આર.સી ભુજ અને શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા ખાતે ધર્મેશ / કાન્તા કતીરા પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે અંધજન મંડળના સ્ટાફ ,શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ભાઈઓ,બહેનો,યુવાનો,સાથે નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે મળીને ગરબા રમી મા શક્તિની આરાધના કરી નવરાત્રી ની ઉજવણી કરવામા આવી આ પ્રસંગે સૌ પ્રથમ મા આશાપુરા ની આરતી કરવામા આવી શ્રી દરિયા સ્થાન મંદિર ના પૂજારી શ્રી રમેશભાઈ જોશી દ્વારા પૂજન વિધિ કરવા મા આવી ત્યારબાદ સો દિવ્યાંગ બાળકો સંગે રાસની રમઝટ સાથે સંગીતના તાલે ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરી આવી આ નવરાત્રી પર્વમાં સૌ કોઈ નવ દિવસ ગરબા રમીને ઉજવણી કરતા હોય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ એનાથી બાકાત ન રહી જાય અને તેઓ પણ ઉત્સાહિત ભર્યું માતાજીની આરતી અને ગરબા રમી શકે તે હેતુથી આ આયોજન કરવામા આવ્યું હતું જે છેલ્લા ચાર વર્ષથી કરવામા આવે છે શ્રી નખત્રાણા દરિયા સ્થાન મંદિરમાં અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટર કાર્યરત છે ત્યારે આવી જ રીતે દરેક તહેવારોની ઉજવણી સંસ્થા દ્વારા કરવામા આવે છે શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજેશ પલણ,મહામંત્રી નીતિનભાઈ ઠક્કર ના માર્ગ દર્શન મા લોહાણા મહાજન,યુવક મંડળ, મહીલા મંડળ,સાથે રહી ને કાર્ય કરતા હોય છે
આજના કાર્ય ક્રમ ના દાતા શ્રીમાન નીતિનભાઈ લીલાધર ઠક્કર તરફ થી વોટર બેગ,શ્રી ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણા તરફ થી અલ્પાહાર, કલુબેન કાનજીભાઈ વીમાવાળા ભૂજ,ભાનુબેન આર.આથા નખત્રાણા,ભાનુબેન બી. ઠક્કર ગાંધીનગર, કોકિલા બેન અને અનિલાબેન તરફ થી ચેન,લોકેટ,સાથે કેટબરી,શ્રી માન ઓધવજીભાઈ ચાપસી પલણ હ.અકસ વિપુલભાઈ પલણ તરફ થી કેટબરી,ચોકલેટ સ્વ.અનશુંયાબેન પલણ હ.શ્રીમાન વિશનજીભાઈ લાલજી પલણ ના 6 થી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે દરેક ને આઇશક્રીમ દિવ્યાંગ બાળકોને આપવામાં આવી કાર્યક્રમમાં નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી,દિનેશભાઈ જોશી, કિશોરભાઈ સોની,ઈશ્વરભાઈ પટેલ, છગનભાઈ ધનાણી વગેરે ચેમ્બરના આગેવાનો તેમજ શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ રાજેશ પલણ,મહામંત્રી નીતિનભાઈ ઠક્કર,વિશનજીભાઈ પલણ,જગદીશભાઈ પલણ,પ્રાગજીભાઈ અનમ,નીતિનભાઈ રાજદે,અનિલભાઈ જોબનપુત્રા તેમજ નખત્રાણા લોહાણા યુવક મંડળ ના પ્રમુખ જીગ્નેશભાઈ પલણ શ્રી નખત્રાણા લોહાણા મહિલા મંડળ ના આનંદીબેન પલણ,પરીતાબેન રાજદે,નીલમબેન પલણ,અંકિતાબેન પલણ,તેમજ જયશ્રીબેન જોશી, વગરે આગેવાનો સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને નવરાત્રી દિવ્યાંગો સાથે મનાવી હતી
અંધજન મંડળ ના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી નું કાર્યક્રમ ઉત્સાહ ભેર ઉજવામાં આવ્યું સાથે સ્ટાફ ના વનિતાબેન વાઘેલા, પ્રવીણભાઈ મહેશ્વરી,વિજયાબેન રામ,મીરાબેન કવા,બાદલભાઈ ભદ્રુ,મંજુલાબેન ફફલ , મારવાડા મંજુલાબેન,પૂજાબેન જોષી, રબારી સીતાબેન,ઉજવલ બહુગુણા,વિપુલભાઈ મહેશ્વરી, જમીલાબેન હિંગોરજા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી