ખાનગી કંપની અને સ્થાનીક વહીવટી તંત્ર થી પીડિત વાંઢીયા ગામના ખેડુતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ


છેલ્લા દોઢ મહિનાથી વાંઢીયા ગામના ખેડુતો તેમના હક ની રજુઆત કરી રહ્યા છે છતાં આ સત્તા ભોગી અને અંધળી બહેરી અને મૂગી સરકાર અને નિંદ્રાહીન તંત્ર ને ખેડુતોની રજુઆત સાંભળવા તૈયાર નથી.ભચાઉ તાલુકામાં સરકારી તંત્ર દ્વારા ખેડુતોની વ્યાજબી માંગણીઓને કચડી નાંખવા માટે ગેરબંધારણીય રીતે ખાનગી કંપનીઓના રક્ષણ માટે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યાં છે અને અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યા છે.વીજળીની લાઈનના થાંભલાના અપૂરતાં વળતર સામે ખેડૂતોના આંદોલનને કચડી નાંખવા ખાનગી કંપનીના હાથા બનીને પોલીસ ખેડૂતો ઉપર દમનકારી વર્તન આચરી રહી છે.આ સંજોગોમાં, ખેડુતોની પડખે રહેવાની તેની નીતિ અને વલણને અનુરૂપ કોંગ્રેસ પક્ષ આજ રોજ વાંઢીયા ગામે ખેડુતોના સમર્થનમાં આવ્યા હતા.જેમાં કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાનો દ્વારા સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આ સત્તા ભોગી સરકાર માત્ર ને માત્ર ખેડુતોના હિતની વાત કરે છે પરંતુ જયારે ખેડુતોના હિતની રજુઆત કરવામાં આવે છે ત્યારે આ સરકાર અંધળી બહેરી અને મૂંગી બની ખાનગી કંપનીઓની તરફડરી કરી જગતના તાત પર દમન ગુજારે છે અને સત્તા નો દુરઉપયોગ કરી ખેડૂતોને ગેરબંધારણીય રીતે હેન કેન પ્રકારે હેરાન પરેશાન કરે છે.ગુજરાત સરકારના પૂર્વ નાણામંત્રીશ્રી અને વાગડના વરિષ્ઠ બાબુશાહ એ જણાવ્યું હતું કે આઝાદી પહેલાના કાયદા મુજબ સરકાર ને જ માત્ર વળતર વિના જ લાઈન નાખવાની છૂટ હતી પરંતુ ખાનગી કંપનીને કોમર્સિયલ માટે ખેડૂતોને પુરતું વળતર આપીને જ કામ કરી શકે.ખેડુતોને પુરતું વળતર આપ્યા સિવાય ખાનગી કંપનીને કામ કરવાનો કોઈ હક્ક નથી.ગુજરાત કોંગ્રેસ ના આગેવાન અને લડાયક ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયા એ કહ્યું હતું કે આ સરકાર લોકશાહીનુ ચીર હરણ કરી રહી છે.હવે સમય આવી ગયો છે.આપણા હક્ક માટે લડવું પડશે.આ કોમર્સિયલ લાઈન થી ખાનગી કંપની ને જ ફાયદો થવાનો છે તો શા માટે વળતર ના આપે.ખેડુતો સાથે અમે હર હંમેશ ખેડુતો સાથે જ છીએ.ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરા એ જણાવ્યું હતું કે આ સરકારમાં ખેડૂતોની વેદના સમજવાવાળું કોઈ નથી.આ સત્તા રુબવી સરકાર માત્ર ખાનગી કંપનીઓની ગુલામ છે.હવે સમય આવી ગયો છે આપણે સૌ એ સંગઠિત થવાની જરૂર છે.ખેડુતની જમીન છે નહિ કે ખાનગી કંપનીની.ખેડુતો જમીનમાંથી થાંભલા નાખવાની ના નથી કહી રહ્યા પરંતુ ખેડુતોને કોમર્સિયલ ભાવથી હક્કનું વળતર આપવામાં આવે.આ સમયે કચ્છ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે.હુંબલે જણાવ્યું હતુ કે આ સત્તા ભોગી સરકાર શું સમજવાની આ ખેડૂતોની વેદના.એમને તો માત્ર ખાનગી કંપનીઓ થકી થતા સ્વાર્થી ફાયદાઓ જ દેખાય છે.કંપનીને માત્ર એક જ વાર ખેડૂતોને હકનું વળતર આપવાનું છે છતાં ખાનગી કંપની ના ઇશારે સરકાર ખેડુતોની રજુઆત સાંભળતી નથી અને ખાનગી કંપનીના ઇશારે દમન ગુજારી રહ્યા છે.આગામી સમયમાં જો કંપની ખેડુતોના હક્કનું વળતર નહિ આપે તો સમગ્ર ખેડૂતોને સાથે રાખીએ મેં નામદાર હાઇકોર્ટમાં જઈશું અને ન્યાયની લડત લડીશું.વાગડ વિસ્તાર ના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠીયા એ જણાવ્યું હતું સ્થાનિક તંત્ર શા માટે ગેરબંધારણીય રીતે જગતના તાત ખેડુતોને હેરાન પરેશાન કરી રહી છે આ ખાનગી કંપની આગામી સમયમાં કોમર્સિયલ ફાયદો કરવા જઈ રહી છે તો કંપની શા માટે ખેડુતોને હકનું વળતર ના આપે અને કયા કાયદા મુજબ ખેડુતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.આગામી સમયમાં ખેડુતોને જ્યાં પણ જરૂર પડશે કોંગ્રેસ પરિવાર તેમની સાથે છે.આ સમયે ગુજરાત કોંગ્રેસ ના આગેવાન લલિતભાઈ કગથરા , લલીતભાઈ વસવા , કચ્છ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે.હુંબલ ,ભરતભાઈ સોલંકી , ભચુભાઈ આરેઠીયા સહીત બહોળી સંખ્યામાં ખેડુતમિત્રો આ આંદોલનમાં જોડાયા હતા.