તાત્કાલીક અસરથી નળ દ્વારા વિતરિત થતું પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેમજ તેના નિવારણ માટે તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ

 રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા અને ખેડુતોના હમદર્દ રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી અને કચ્છ કલેકટર સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે રાપર નગરના રહીશો તરફથી મળી રહેલી અનેક રજુઆતો અનુસાર હાલના દિવસોમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતું નર્મદા કેનાલના પાણીમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે.નળદ્વારા આવતું પાણી ગંધયુક્ત, પલાળું અને દુષિત હોવાનું નાગરિકોએ જણાવી રહ્યા છે.નર્મદા કેનાલ રાપર નગર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને તેથી તેનું શુદ્ધ અને સ્વચ્છ હોવું અત્યંત આવશ્યક છે.હાલમાં જે રીતે ગંદું અને આરોગ્ય માટે હાનિકારક પાણી વિતરણમાં મૂકવામાં આવી રહ્યું છે તે રાપર શહેરી જનોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સર્જી રહ્યું છે તેમજ દુષિત પાણીના લીધે પેટ દુખવું , ગાળામાં ઇન્ફેકશન સહીત ચામડીની સમસ્યાઓ થઇ રહી છે.આગામી દિવસોમાં આવા પાણીના ઉપયોગથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોઈ જેથી તાત્કાલીક અસરથી નળ દ્વારા વિતરિત થતું પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેમજ તેના નિવારણ માટે તાકીદે યોગ્ય પગલાં લેવાય તેમજ નાગરિકોને શુદ્ધ અને પીવાનું યોગ્ય પાણી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ એ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી.