સેવા પખવાડિયું – ૨૦૨૫ અંતર્ગત માધાપર ના યક્ષ મંદિરે યોજાયું વેપારી સંમેલન.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ દેશવાસીઓને કરેલી સ્વદેશી અપનાવવાની હાકલને નાગરિકો તરફથી
ખૂબ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના
આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા “સેવા પખવાડિયું – 2025” અંતર્ગત કચ્છ લોકસભાના જનપ્રિય સાંસદ તથા
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા યક્ષ મંદિર, માધાપર, તા.ભુજ ખાતે ‘વેપારી સન્માન
સમારોહ તથા વેપારી સ્વદેશી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌ વેપારીઓનું સાંસદ
શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું…
આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું કે વર્ષ -૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અને ત્રીજી
અર્થવ્યવસ્થા બનાવવા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી
ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવું એ હવે અતિઆવશ્યક છે. સ્વદેશી એટલે એવી વસ્તુઓ જે ભારતમાં, ભારતીય લોકો દ્વારા
બનાવવામાં આવી હોય અને જેનાથી ભારતનો આર્થિક વિકાસ થાય. જો આપણે સૌ સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન અને તેના
ઉપયોગ પર ભાર મૂકીએ તો આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે. શ્રી વિનોદભાઈ એ ઉપસ્થિત સૌ વેપારી ભાઈઓને
સ્વદેશી ચીજ વસ્તુઓનો વેચાણ વધારવા અપીલ કરી હતી…
આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ઠક્કર, અશોકભાઈ બરાડીયા, હિતેશભાઈ ખંડોર, જયંતભાઈ
માધાપરિયા, પારુલબેન કારા, પ્રવિણાબેન રાઠોડ, શંભુભાઈ જરૂ, બાલકૃષ્ણભાઈ મોતા, માવજીભાઈ ગુંસાઈ, વાલાભાઈ ડાંગર,
નરેશભાઈ શાહ, ચીમનભાઈ, દાદુભા ચૌહાણ, દીપકભાઈ ડાંગર, વિજયભાઈ રાજપુત, વિનોદભાઈ પિંડોરીયા, મહેન્દ્રભાઈ
વરૂ, નારણભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ ગઢવી, પ્રવિણભાઈ ચોથાણી, નરેન્દ્રભાઈ ઠક્કર તથા બહોળી સંખ્યામાં વેપારી ભાઈઓ
ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ ઠક્કર અને હિતેશભાઈ ખંડોર એ જહેમત ઉઠાવી હતી…