Skip to content
થરાદ પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ બનાસકાંઠા પાલનપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદની જીલ્લામા દારૂની પ્રવૃતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.બી. આચાર્ય તથા કે.જી પરમાર પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ પીરાભાઈ તથા અરુણભાઈ તથા અ.હે.કો મહેશભાઈ સવદાસભાઈને મળેલ બાતમી હકીકત આધારે ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી ટ્રક નં આરજે ૦૭ જીબી ૨૫૩૧ ને ખોડા ચેકપોસ્ટ ખાતે રોકવી જોતાં ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ ૩૮૫ દારૂની બોટલો નંગ ૪૬૨૦ કુલ કિંમત રૂ.૨૩,૧૦,૦૦૦ નો તથા મોબાઈલ કિંમત રૂ.૫૦૦ તથા ટ્રક નં આરજે ૦૭ જીબી ૨૫૩૧ ગાડીની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩૩,૧૦,૫૦૦ નો રાખી હેરાફેરી કરતાં પૃથ્વીરાજ ચેનારામ ચૌધરી (જાટ) ઉ.વ-૨૪ મુળરહે- બધાનીબાસ, પલાના તા.જિ. બીકાનેર (રાજસ્થાન) હાલ રહે બંગલાનગર કોલોની બીકાનેર (રાજસ્થાન), બજરંગ ગૌડ રાધેશ્યામ સેન (નાઈ ) રહે ચાંડાસર તા.કોલાયત જી. બીકાનેર (રાજસ્થાન) વાળાઓને ઝડપી પાડી તથા દારૂ ભરાવી આપનાર શંકર જાટ રહે વ્યાસ કોલોની બીકાનેર (રાજસ્થાન) વાળાઓ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ કરેલ છે.