સાતડા ગામેથી ક્રાઇમ બ્રાંચે એક શખ્સને ૨.૮૭ લાખના દારૂ સાથે ઝડપ્યો : એક શખ્સ નાસી છૂટયો

રાજકોટ : પોલીસે બુટલેગરો પર ફરીથી ધોંસ બોલાવી છે. કુવાડવાના સાતડા ગામની સીમમાં એક વાડીમાં રેડ પાડી આ વાડી વાવવા રાખનાર કોળી ઈસમને રૂ.૨,૮૭,૫૨૦ના ૬૬૦ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો  છે. આ દારૂ રાજકોટના ચુનારાવાડના બુટલેગરે ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. બીજી રેડમાં ભકિતનગર પોલીસે ઘનશ્યામનગરના કાઠી ઈસમને ૪૮ બોટલ દારૂ સાથે પકડ્યો છે. ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ એમ. ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે સાતડા ગામની સીમમાં આવેલી અરજણભાઇ લોખીલની વાડીમાં રેડ પાડી આ વાડી વાવવા રાખનાર નિતેશ ઉર્ફ નિતીયો સવાભાઇ મેઘાણી (કોળી)ને રૂ.૨,૮૭,૫૨૦ ના ૬૬૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછતાછમાં નિતેશ ઉર્ફ નિતીયાએ આ દારૂ તેના મિત્ર ચુનારાવાડ શાક માર્કેટ નજીક રહેતાં ધવલ પૂજારાએ ઉતાર્યો હોવાનું કબુલતાં ધવલની શોધખોળ થઇ રહી છે. ધવલ અગાઉ પણ દારૂ સાથે ઝડપાઇ ગયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. બીજી રેડમાં એસીપી એસ.આર. ટંડેલ તથા પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, કોન્સ. મયુરસિંહ પરમાર, મયુરભાઇ ઠાકર, યશપાલસિંહ, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શીરોડીયા સહિતે ઘનશ્યામનગર મેઇન રસ્તા પર બાલુડા હનુમાન મંદિર નજીક રહેતાં અશોક વલુકભાઇ ખાચર (કાઠી)ના ઘરમાં રેડ પાડી તેને રૂ.૨૪,૦૦૦ ના ૪૮ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
                

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *