રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧ ઓક્ટોબરના આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે  રોજગાર મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ દ્વારા આદિપુર તોલાણી સરકારી કોમર્સ કોલેજ, ગાંધીધામ ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ૧ ઓક્ટોબરના બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતા ઉપસ્થિત રહેનાર છે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતીમેળામાં ભાગ લેનાર રોજગાર ઈચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા(રિઝ્યુમ) સાથે ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.