શેખપીર ત્રણ રસ્તા પાસેથી આરોપીના કબ્જાની MARUTI SUZUKI કંપનીની BALENO કારમાંથી માદક પદાર્થ હેરોઇન ૧૧ ગ્રામ કિ.રૂ.૫,૫૦,૦૦૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ૦૨ આરોપીઓની ધરપકડ


અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદં તર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન તા.૨૯/૦૯/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં સ્ટાફ સાથે શેખપીર ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમ્યાન અંજારથી તરફથી ભુજ તરફ આવતી MARUTI SUZUKI કંપનીની BALENO કાર જેના રજીસ્ટ્રેશન નંબર GJ 12 FB 1547 વાળી કારને ઉભી રખાવી કારની ઝડતી કરતાં આરોપીના કબ્જાની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- તથા કારમાંથી માદક પદાર્થ હેરોઇન ૧૧ ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય કી.રૂ.૫,૫૦,૦૦૦/- નો નાર્કોટિક્સનો મુદામાલ સાથે ૦૨ ઇસમોને ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, ઉવ.૨૭, રહે. મ.નં.એફ/૨૨, અરિહંતનગર, મુંદરા રિલોકેશન સાઈડ, ભુજ કચ્છ. મુળ રહે-ગામ-સૌકા, તા.-લીંબડી, જી.-સુરેન્દ્રનગર
(૨) શિવરાજ સુરેશભાઈ ગઢવી, ઉવ. ૪૦, રહે. મ.નં.૮૮૩, પ્રમુખસ્વામીનગર, ભુજ-કચ્છ. મુળ રહે-ગામ-કાઠડા, તા-માંડવી, જી.-કચ્છ-ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
: (૧) હેરોઈન ડ્રગ્સનો જથ્થો ૧૧ ગ્રામ, આંતરરાષ્ટ્રીય કી.રૂ.૫,૫૦,૦૦૦/-
→ (૨) ભારતીય બનાવટના વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/-
(3) MARUTI SUZUKI कंपनीनी BALENO ५२ ७.३.३,००,०००/-
(૪) મોબાઇલ નંગ-૦૨,કિ.રૂ.૬,૦૦૦/-
- (૫) રોકડા રૂપીયા-૨,૦૬૦/-
(૬) સેલ ઓપરેટેડ વજનકાંટો નંગ-૦૧,કિ.રૂ.૫૦૦/-
એમ કુલ્લે કિ.રૂ.૮,૫૯,૫૬૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એલ.વાઘેલા તથા એસ.ઓ.જી પેલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પો.હેડ.કોન્સ. રધુવીરસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, તથા પો.કોન્સ દિનેશભાઇ ચૌધરી તથા ડ્રા.પો.હે.કો. મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.