અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના ગામોમાં શેરી નાટકોનું આયોજન કરાયું

અંજાર પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી અને વિભાગીય વિભાગ કચેરી દ્વારા અંજાર ગ્રામ્ય-૧,અંજાર ગ્રામ્ય-૨, આદિપુર,
રામબાગ, સામખીયાળી, ભીમાસર, બાલાસર અને રાપર પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં પી.એમ. સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંજાર વર્તુળ કચેરી હેઠળના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના વિવિધ ગામોમાં શેરી નાટકો દ્વારા યોજનાની માહિતી તેમજ સોલાર રૂફ ટોપના ફાયદાઓની સમજણ અપાઈ હતી. નાટક બાદ ગ્રામજનો, પ્રતિનિધિઓ અને શહેરીજનો દ્વારા સોલાર વિષયના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેવુ પીજીવીસીએલ વર્તુળ કચેરી, અંજારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.