દિવાળી તહેવારો દરમિયાન એમ.ટી.ભુજ વિભાગ દ્વારા વધારાની એસ.ટી. દોડાવશે

આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના નાગરિકોને દિવાળીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તેમજ પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે અર્થે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, બુજ વિભાગ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપો થી જુદા જુદા શહેરો પંચમહાલ, ગોધરા, સાબરકાંઠ તેમજ બનાસકાંઠાને જોડતી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસ સેવાનો લાભ મળી રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવારીમાં જિલ્લાના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. ભુજ વિભાગ દ્વારા તા. 16 થી તા. 19 ઓક્ટોબર 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફરો ને બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ. તથા નિગમની વેબસાઈટ www.gsrts.in ઉપરથી પણ બઓનલાઈન ટિકિટ નું બુકિંગ કરી શકશે. આખી બસનું ગ્રુપ બૂકિંગ કરાવનાર ને “એસ.ટી. આપના દ્વારે યોજના” અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. જેથી તમામ મુસાફર જનતાને પ્રવાસનો લાભ મળી રહે.વધુમાં નિયમિત સંચાલન તથા એકસ્ટ્રા સંચાલનની વધુ વિગતી જે તે ડેપો મેનેજરશીઓ નો સંપર્ક કરવાથી મળી રહેશે.