કચ્છમાં “‘સ્વચ્છતા હી સેવા અભિયાન” હેઠળ યોજાયેલી ગ્રામ સભામાં નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા

સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ગામોમાં ગ્રામસભા યોજીને નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા. ઉપરાંત ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગાંધીજયંતિના ગ્રામસભાનું આયોજન કરાયું હતું.  આ અભિયાન અન્વયે ભચાઉ, રાપર, ગાંધીધામ, નલિયા, અબડાસા, માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના તાલુકાના ગામોમાં સ્વચ્છતા કાર્યક્રમો ગ્રામ્યસ્તરે યોજાયા હતા. સામૂહિક સફાઈની ઝુંબેશ સાથે યોજાયેલી ગ્રામસભામાં સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા સાથે ઘર, શેરી, ગામ સહિત જાહેર સ્થળો પર સફાઇ રાખવા સમજ આપવામાં આવી હતી.

ગ્રામસભામાં ગ્રામપંચાયત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામપંચાયતના સદસ્યો, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાનો સ્ટાફ, આંગણવાડી બહેનો, સફાઈ મિત્રો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો  હાજર રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.