મુંદરા તાલુકાના પ્રાગપર પાસે પોલીસે ૩.પ૭ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. બનાવમાં બે ઇસમોની અટકાયત કરવામં આવી છે. જ્યારે પૂર્વ કચ્છમાં પોલીસે જુદા જુદા સ્થળોએ દેશીદારૂના અડ્ડાઓ પર રેડ પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂર્વ બાતમીના આાધારે ગાંધીધામ તાલુકાના ગળપાદર ખાતે પોલીસે જગદીશનાથ ઉર્ફે પપ્પુ શિવનાથ જોગી પાસેથી દેશીદારૂ કિંમત રૂ.૧૮૦નો મળી આવ્યો હતો. જ્યારે ગાંધીધામના ખોડીયારનગર વિસ્તારમાં વસંતબેન રાજુભાઈ મદ્રાસી પાસેથી દેશીદારૂ પ૦૦ લીટર તેમજ નવી સુંદરપુરી ખાતે હરેશ બચુભાઈ વાડીયા પાસેથી દેશીદારૂનો આાથો લીટર ૧૦૦ મળી આવ્યો હતો. બીજી તરફ ૪૦૦ ક્વાર્ટર નજીક રાજુ પ્રેમચંદ ભંભાણી પાસેથી પોલીસે જીન નં.ર જપ્ત કરી હતી. ઓસ્લો પેટ્રોલપંપ નજીક આવેલા ઝુંપડામાં પપ્પુ બળવંત શર્માના રહેણાંકના મકાનમાંથી દેશીદારૂ લીટર ૧ર તેમજ પીએસએલ કાર્ગો ઝુંપડામાં રહેતા પવનકુમાર મંગલ પાસવાન પાસેથી દેશીદારૂ લીટર ૧૦ અને ગણેશનગર ખાતે રવજી વેલજી મહેશ્વરીના કબ્જામાંથી દારૂની બોટલ નં.૩ કબ્જે કરવામાં આવી છે. મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી નજીક દરશડી ગામે અનીલસિંહ જાડેજા, મુંદરાના મહિપતસિંહ જાડેજા દારૂની કટીંગ કરે છે તેવી બાતમી મળતા કારૂભા નારસંગજી ચૌહાણ અને ચેતનસિંહ ચૌહાણ પાસેથી વ્હીસ્કીની બોટલ નં.૧૦ર૦ કિંમત રૂ.૩,પ૭,૦૦૦ની મળી આવી હતી. તેમજ ટેમ્પો નંબર જીજે ૧૮ એઝેડ ૭પ૪૧, એક બાઈક પણ મળી આવી છે. રેડ દરમિયાન બે શખ્સો નાસી ગયા હતા જ્યારે અન્ય બે શખ્સો પકડાઈ ગયા હતા. મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. કાર્યવાહીમાં એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.