Skip to content
મોરબી એલસીબી ટીમે માળિયા તાલુકાના વાઘરવા ગામે રેડ પાડીને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પકડી પાડીને રોકડ રકમ કબ્જે કરી બધા જુગારીઓ સામે ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમના ભરતભાઈ મિયાત્રા, જયવંતસિંહ ગોહિલને મળેલી બાતમીને આધારે માળિયા તાલુકાના વાઘરવા ગામે તળાવમાં વડલાના છાંયે જાહેરમાં જુગાર રમતા સુરવીરસિંહ દિલુભા જાડેજા, કૃષ્ણસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરા, પ્રવીણભાઈ બેચરભાઈ ભોરણીયા અને પ્રકાશભાઈ ગોરધનભાઈ બાવરવા એમ પાંચને પકડી પાડીને ૬૮,૮૦૦ ની રોકડ કબ્જે કરી છે. જયારે રેડ દરમિયાન ઈસમ ગુણુંભા કીરતસિંહ જાડેજા રહે વાઘરવા અને વિપુલભાઈ કાનાભાઈ કોળી રહે નવા દેવળીયા તા. હળવદ વાળા નાસી ગયા હોય જેની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.