“મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ શક્તિસિંહ ગઢવી તથા રાજદીપસિંહ ગોહિલનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજપર ગામમાં આવેલ સિમધરસિટીના સામે ક્રીકેટ ગ્રાઉન્ડ તરફ જતા કાચા રસ્તાની બાજુમાં એક ઇસમ ખુલ્લી જગ્યામાં બાવળોની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ છે અને હાલે તેની આ પ્રવુતી ચાલુમા છે. જે હકીકત આધારે તપાસ કરતા ચેતન નવીનભાઈ બારોટ રહે. ખાખરાવાસ, ભુજપર તા. મુંદરા વાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ. ૨૭,૬૨૫/-)
ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૪૫ તથા બીયરના ટીન નંગ-૧૦ કુલ્લે કી.રૂા. ૨૭,૬૨૫/-
- હાજર મળી આવેલ આરોપી
- ચેતન નવીનભાઇ બારોટ ઉ.વ. ૪૦ રહે. ખાખરાવાસ, ભુજપર તા. મુંદરા