પોષણ માહનાં અઠારમાં દિવસે કચ્છ જિલ્લાની આંગણવાડીમાં પોષણ અને પર્યાવરણની સુરક્ષા માટે શપથ લેવામાં આવી

આજ રોજ પોષણ માહનાં અઠારમાં દિવસે શિક્ષણ વિભાગ,પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગનાં સંકલનમાં રહી કચ્છ જિલ્લાની આંગણવાડીમાં આજરોજ પોષણ અને પર્યાવરણની સુરક્ષા માટે શપથ લેવામાં આવી. પોષણ માહ અંતર્ગત આજરોજ કન્ઝર્વેશન એક્શન એન્ડ ડિજિટાઈઝેશન થીમ મુજબ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી. આઇસીડીએસના લાભાર્થી ને પોષણ અને પર્યાવરણની સુરક્ષાની શપથ લેવડાવવામાં આવ્યા તેમજ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે પર્યાવરણ વિશે ચર્ચા કરવામાં આવી. વિવિધ વિભાગ સાથે સંકલન કરી અને આ પ્રવૃત્તિ કરવામાં આવી. કૃષિ અને સહકાર વિભાગ વન અને પર્યાવરણ વિભાગ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ સાથે સંવાદ કરવામાં આવ્યો.એક પેડ મા કે નામ થીમ મુજબ બાળકોના હાથે સરગવાના છોડ નું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.પર્યાવરણની સુરક્ષાને સ્વચ્છતા આઈસીડીએસના મુખ્ય સેવિકા દ્વારા ગ્રામ જનોને સમજ આપી તેમજ ગ્રામજનો, દ્વારા શપથ લેવામાં સહ ભાગીદાર બન્યા.