ભુજ કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે

 કચ્છ કલેક્ટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા.૭-૧૦-૨૦૨૫ના રોજ બપોરના ૧૨.૧૫ કલાકે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.

આ પ્રતિજ્ઞામાં જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના વર્ગ – ૧ અને ૨ના અધિકારીઓ જોડાશે અને દેશ માટે સમર્પિત રહેવા સંકલ્પબદ્ધ થશે. ઉપસ્થિત સૌ ‘રાષ્ટ્ર પ્રથમ’ના સૂત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન-ધનથી અવિરત પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લેશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે વિકાસ  સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.