જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભુજ દ્વારા“આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ-૨૦૨૫-૨૬” નું આયોજન કરાશે
ગુજરાતના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓને રાજ્યના સરહદી વિસ્તાર, ત્યાનું લોકજીવન
ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણ વિસ્તાર વગેરેનો પ્રત્યક્ષ પરીચય થાય તેમજ ત્યાંની મુશ્કેલીઓ, હાડમારીઓ
વચ્ચે સરહદોનું રક્ષણ કરતાં આપણા જવાનો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની
કચેરી, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરહદી વિસ્તારોનાં સ્થળો ખાતે આ સાહસિક પ્રવાસ
યોજવામાં આવે છે. આ વર્ષે ૧૦ દિવસ માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી
શિબિરાર્થીઓની પસંદગી કરી સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય
તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો ભરી આધાર પુરાવા
સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં-૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન-ભુજ,કચ્છમાં
તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે.
કાર્યક્રમમાં જોડાવા માટે NCC કેડર્સ /NSS મેમ્બર/ નવી દિલ્હી ખાતે યોજાતી ૧૫ ઓગસ્ટ તથા ૨૬-જાન્યુઆરીની રાષ્ટ્રીય
પરેડ / તાલુકા/જિલ્લા/રાજ્યકક્ષાની રમતોમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક વિજેતા, વિશિષ્ટ બહાદુરી, વિરતા, શૌર્ય માટેનો એવોર્ડ
મેળવેલ હોય તથા પર્વતારોહણ બેઝીક તાલીમ લીધેલ હોય અને કોઇ ખાસ અભિયાન કરેલ હોય દા.ત. સાયકલ રેલી, બાઇક રેલીની
વિગતો અંગેના પ્રમાણપત્રો સામેલ રાખવાના રહેશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર યુવક યુવતીઓને તેઓની પસંદગી બાબતે ટેલીફોનિક
જાણ કરવામાં આવશે. પસંદ થનાર યુવક યુવતીઓએ સ્વ-ખર્ચે આવવા-જવાનું રહેશે. તેવું યુવા સાંસ્કૃતિક વિભાગની અખબારી
યાદીમાં જણાવવામાં આવ્યું છે.