ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પકડી છેતરપિંડીમાં ગયેલ બે લાખ રૂપિયા રિકવર કરતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં લોકોની સાથે છેતરપિંડી કરવાના ઇરાદે લોભામણી લાલચ આપી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને મિલ્કત સંબંધી ગુનાઓ આચરતા આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય,

ગઇ તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૫૦૪૩૨૫૧૨૪૨/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૧૮(૨), ૩૧૯(૨), ૬૧(ર)(એ) મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને આ કામેની તપાસ એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓ ચલાવી રહેલ હોય જેથી આ ગુના કામે સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે તેઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ સચોટ બાતમી અન્વયે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના આધારે જરૂરી વર્કઆઉટ કરી સદર ગુના કામે સંડોવાયેલ આરોપી અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા, રહે. સલ્ફીયા મસ્જિદ પાસે, સોનાપુરી, સુરલભીટ રોડ, ભુજવાળાને ગઇકાલ તા.૦૬/૧૦/૨૦૨૫ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે કરવામાં આવેલ છેતરપિંડીમાં ગયેલ પુરેપુરી રકમ રૂપિયા બે લાખ આજરોજ આરોપીઓ પાસેથી રિકવર કરી ગુના કામે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન નંગ-૦૨ કબ્જે કરવામાં આવેલ છે.

♦ પકડાયેલ આરોપી

અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા. ઉવ. ૪૨, રહે. સલ્ફીયા મસ્જિદ પાસે. સોનાપુરી, સુરલભીટ રોડ, ભુજ-કચ્છ,

♦ કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) રોકડ રૂપિયા ૨,૦૦,૦૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/-

એમ કુલ્લે કિ.રૂ.૨,૧૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

સદર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.