નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ

નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ
મન ફાવે ત્યાં છકડા રીક્ષા તેમજ કાછીયાઓ બકાલું વેચવા ઊભા રહી જાય છે
જેના કારણે નખત્રાણા ના બસ સ્ટેશનથી વથાણ સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને લોકો પરેશાન થાય છે પોલીસ માત્ર વથાણમાં ઉભે છે બસ સ્ટેશન ઉપરની વિકરાળ સમસ્યા કોક દી મોટો અકસ્માત નું કારણ બનશે
બાયપાસની મંજૂરી મળી છે એ સમયાંતરે થશે પણ હાલ અત્યારે રોડ પર છકડા રીક્ષા લક્ઝરી તેમજ બકાલુ વેચતા કાછીયાઓ એ ઘેરો ઘાલ્યો છે જેના કારણે નખત્રાણા ની વિકરાળ ટ્રાફિક સમસ્યા સર્જાય છે વિરાણી રોડ પર તો જાણે વાહનોમાં ઢોર ભરે એમ લોકો ભરી રહ્યા છે મોટા વાહનો અડધો રોડ રોકી લે છે જેના કારણે વિરાણી રોડઉપર લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે બસ સ્ટેશનથી વ વથાણ વિસ્તારમાં પોલીસે સગા વાદ મૂકી એક વખત દોષ બોલાવવાની જરૂર છે બસ સ્ટેશનથી વથાણમાં મન ફાવે ત્યાં વાહનો ઉભા રાખી ચાલ્યા જતા હોય છે જેના કારણે પોલીસ અને પ્રજા પણ પરેશાન થાય છે પોલીસે લાલ આંખ કરવાની જરૂર છે