અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસના કાર્યોનું ભવ્ય ભૂમિપૂજન


નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણીને એક અનોખી રીતે યાદગાર બનાવતા,
અદાણી ફાઉન્ડેશને કચ્છ જિલ્લાના મુન્દ્રા, માંડવી અને નખત્રાણા તાલુકાઓના ગામોમાં ગ્રામ વિકાસના અનેક
પ્રોજેક્ટ્સનું ભવ્ય ભૂમિપૂજન કરીને ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. કરોડો રૂપિયાના રોકાણ સાથે શરૂ
થયેલા આ પ્રોજેક્ટ્સ ગ્રામજનોના જીવનમાં સમૃદ્ધિ, આધુનિક સુવિધાઓ અને ટકાઉ વિકાસ લાવવાનું લક્ષ્ય ધરાવે
છે, જેમાં શિક્ષણ, સામાજિક કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
અદાણી ફાઉન્ડેશને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ ગામોમાં ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન
કરીને સાંસ્કૃતિક પરંપરાઓને વિકાસની પહેલ સાથે જોડી. આ પ્રોજેક્ટ્સમાં અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ, સામુદાયિક
આધારભૂત માળખું, રમતગમતના મેદાનો, પર્યાવરણીય સુધારણા અને અન્ય અનેક કાર્યોનો સમાવેશ થાય છે.
ગ્રામજનોની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરીને આ પ્રોજેક્ટ્સ જીવનધોરણને ઉન્નત કરવા, યુવાનોને સશક્ત કરવા
અને ગામોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે રચાયેલા છે.
આ ભૂમિપૂજન સમારોહમાં નીચે મુજબના પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો:
- વવાર ગામ: સાક્ષરતા અને જ્ઞાનની પહોંચ વધારવા માટે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ.
- ભદ્રેશ્વર ગામ: સામાજિક કાર્યક્રમો, ઉજવણીઓ અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે કોમ્યુનિટી શેડ.
- મોઢવા, ત્રગડી, હરીપર ગામો: બહુહેતુક સામુદાયિક શેડ, જે સભાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આપત્કાલીન
આશ્રયસ્થાન તરીકે ઉપયોગી થશે. - વાંકી ગામ: ગૌશાળા વિકાસ, વ્યાપક વૃક્ષારોપણ અને ખેતી તેમજ પશુપાલનને ટેકો આપવા તળાવ ખાણેત્રુ .
- કાંડાગરા ગામ: તળાવ ખાણેત્રુ અને બ્યુટિફિકેશન, ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ અને આધુનિક લાઇબ્રેરી.
- નવીનાળ ગામ: કોમ્યુનિટી શેડ અને આધુનિક શૈક્ષણિક સાધનોથી સજ્જ એજ્યુકેશન સેન્ટર.
- મોટા ભાડિયા ગામ: યુવા વર્ગ ના લોકો માટે શૈક્ષણિક સાધનોને પ્રોત્સાહન આપવા લાઇબ્રેરી.
- મુન્દ્રા: વર્ગખંડો અને કૌશલ્ય વિકાસ સુવિધાઓથી સજ્જ શૈક્ષણિક સંકુલ.
- બેરાજા ગામ: વૃક્ષારોપણ અને જાહેર કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલ.
- ઝરપરા ગામ: ડિજિટલ લાઇબ્રેરી, રમતગમત મેદાન, કબડ્ડી ગ્રાઉન્ડ, વૃક્ષારોપણ અને મોડેલ ગૌશાળા, જગાસર
તળાવ બ્યુટિફિકેશન અને સામુદાયિક શેડ. - ઉગેડી ગામ: કચ્છના રણપ્રદેશમાં હરિયાળી વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ
અદાણી ફાઉન્ડેશન વર્ષોથી કચ્છના તાલુકાઓમાં ગ્રામ વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે, જેમાં પાણીની અછત,
શિક્ષણની ખામીઓ અને રમતગમતની જગ્યાના અભાવ જેવા મૂળભૂત પડકારોનો સામનો કરવામાં આવે છે. આ
નવરાત્રી દરમિયાન શરૂ થયેલા પ્રોજેક્ટ્સ શિક્ષણ, રમતગમત, પર્યાવરણ અને સામુદાયિક સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર
યોગદાન આપશે, જે આવનારી પેઢીઓ માટે લાંબા ગાળાના લાભો સુનિશ્ચિત કરશે. આ પહેલો ફાઉન્ડેશનના
સ્વનિર્ભર ગામો બનાવવાના વિઝનને સ્થાનિક સમુદાયોના સહયોગથી આગળ ધપાવે છે.
આ પ્રસંગે અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું: “અમારો ધ્યેય દરેક ગામમાં
આધુનિક સુવિધાઓ ઉભી કરીને મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને પ્રગતિના પંથે લઈ જવાનો છે, સાથે જ દરેક
ગ્રામજનને સશક્ત બનાવવાનો છે. ગામોના ક્લસ્ટર બનાવીને આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અને યુવાનોને
આગળ વધવા પ્રોત્સાહિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ માત્ર વિકાસ નથી, પરંતુ સમુદાયોને મજબૂત અને
સ્વનિર્ભર બનાવવાની પ્રક્રિયા છે.”
અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે ઉમેર્યું: “આ શૈક્ષણિક સંકુલો, રમતગમતના મેદાનો અને અન્ય સુવિધાઓ
બાળકો અને યુવાનોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.”
આ ભૂમિપૂજન સમારોહો ઉત્સાહભેર યોજાયા, જેમાં ગામના સરપંચ, સમાજના આગેવાનો, શાળાઓના આચાર્યો,
શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ
લીધો. દરેક ગામમાં ઢોલ-નગારા, શરણાઈના સૂરો, પાઘડી અને છાલ ઓઢાડવાની પરંપરાઓ સાથે આ પહેલોનું
હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનોએ અદાણી ફાઉન્ડેશનના આ યોગદાનની પ્રશંસા કરી અને આ નવી
શરૂઆત માટે આભાર વ્યક્ત કર્યો.
અદાણી ફાઉન્ડેશનની આ પહેલ ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવો ઉત્સાહ ઉમેરશે, જે ગામડાઓને આધુનિક સુવિધાઓથી
સજ્જ કરીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. સાંસ્કૃતિક ઉજવણીને અર્થપૂર્ણ કાર્યો સાથે જોડીને, ફાઉન્ડેશન
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અને સમાવેશી વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અદાણી ફાઉન્ડેશન એ અદાણી ગ્રૂપનું CSR અંગ છે, જે ભારતભરના સમુદાયોમાં ટકાઉ આજીવિકા અને જીવનની
ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ આધારભૂત માળખું અને પર્યાવરણીય ટકાઉપણું પર
ધ્યાન કેન્દ્રિત કરીને, ફાઉન્ડેશને તેના નવીન કાર્યક્રમો દ્વારા લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે. વધુ માહિતી માટે,
મુલાકાત લો www.adanifoundation.org.