નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં અસામાજિક તત્વ વિરુધ્ધ દબાણ દુર કરવાની કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ અસામાજીક તત્વો વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઈન્સપેક્ટર એ.એમ.મકવાણા સા.ના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વએ કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નખત્રાણા નાઓની ટીમ સાથે નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા નખત્રાણા તાલુકાના નેત્રા ગામે નીચે મુજબના કુલ્લે-૦૩ દબાણો દુર કરેલ જેમાં મથલ ગામના બસ સ્ટેશન પાસે આવેલ પાકી ઓરડી ૫૪૦ ફુટ તથા પતરા વાળી દુકાન ૩૬૦ ફુટ તથા રહેણાક મકાનની દિવાલ ૨૧૦૦ ફુટ અંદાજીત કિંમત ૩૫,૦૦૦૦૦/- (પાંત્રીશ લાખ પુરા) નુ દબાણ દુર કરાવી ગેર કાયદેસર વીજ કનેકશન કટ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.