ભુજમાં આવેલ ન્યુ સ્ટેશન રોડની રીયલ ફુટવેર નામની, આરોપીની દુકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ૭.૫ ગ્રામ કિ.રૂ.૭૫,૦૦૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૦૮/૧૦/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં સ્ટાફ કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રધુવીરસિંહ ઝાલા નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેર વિસ્તારમાં આવેલ ન્યુ સ્ટેશન રોડ પર આવેલ રીયલ ફુટવેર નામની આરોપીના કાની દુકાનમાંથી આરોપી અબ્દુલગની અકબરઅલી મેમણ ઉ.વ.૨૯ રહે.મ.નં.૭૬, રોયલ સીટી સુરલભીટ રોડ ભુજવાળા પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ૭.૫ ગ્રામ કી.રૂ.૭૫,૦૦૦/- નાં નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

અબ્દુલગની અકબરઅલી મેમણ ઉ.વ.૨૯ રહે.મ નં.૭૬ રોયલ સીટી સુરલભીટ રોડ ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • (૧) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૭.૫ ગ્રામ, કિ..રૂ.૭૫,૦૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૩, કિ.રૂ.૪૫,૫૦૦/-

(3) રોકડા રૂપીયા-૧૫,૫૩૦/-

(૪) ડી.વી.આર કિ.રૂ ૨,૦૦૦/-

એમ કુલ્લે કિ.રૂ.૧,૩૮,૦૩૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી.પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એલ.ચૌધરી તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ.નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી,તથા પો.કોન્સ દિનેશભાઇ ચૌધરી તથા મહીલા પો.કોન્સ પવનબેન ચૌધરી,ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે તથા ડ્રા.પો.હે.કો. મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.